May 17, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 85 વર્ષીય ગોલ્ડ મેડાલિસ્ટ સાથે મુલાકાત

જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા હતા.ત્યારે તેમણે જામનગરની સભા દરમિયાન લાભાર્થીઓની મુલાકાત કરી હતી. જેમાં તેમણે 85 વર્ષીય વૃદ્ધાની પણ મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, તેમણે થોડા દિવસો પહેલાં ખેલમહાકુંભમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

જામનગરની સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક લાભાર્થીઓને મળ્યા હતા. સરકારી યોજનાનો લાભ લીધો હોય તેવા લાભાર્થીની મુલાકાત કરી હતી. તેમણે 85 વર્ષીય મણિબેન વસોયા સાથે મુલાકાત કરી હતી. તેમણે થોડા દિવસો પહેલાં યોજાયેલા ખેલમહાકુંભમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ ઉપરાંત તેઓ આવાસ યોજનાના લાભાર્થી ચંદ્રિકાબેન રામાવતને પણ મળ્યા હતા. ત્યારબાદ સરકારી સ્કોલરશિપનો લાભ લઈને ડોક્ટર બનેલા વત્સલ સાથે પણ વડાપ્રધાને મુલાકાત કરી હતી. કિશાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી પરેશ પનારા અને ઉજ્જવલા યોજનાના લાભાર્થી જીજ્ઞાબેન સાથે પણ વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી.

જામસાહેબ સાથે મુલાકાત કરી
જામનગરમાં જનમેદની સંબોધતા પહેલા વડાપ્રધાન જામસાહેની મુલાકાતે ગયા હતા. ત્યારે જામસાહેબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાલારી પાઘ પહેરાવીને આવકાર્યા હતા. આ ઉપરાંત તેમને વિજયી ભવઃ કહીને જીતવાના આશિર્વાદ પણ આપ્યા હતા.