ઈઝરાયલનો ગાઝાની હોસ્પિટલ પર હવાઈ હુમલો, 28 લોકોના મોત

Israel: ઈઝરાયલે ગાઝામાં એક હોસ્પિટલ પર મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં 28 લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. હમાસ સંચાલિત નાગરિક સંરક્ષણ એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ખાન યુનિસમાં યુરોપિયન હોસ્પિટલ પર ઈઝરાયલી હવાઈ હુમલામાં 28 લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા.

ગાઝા હોસ્પિટલ પર 6 બોમ્બ ફેંકાયા
ગાઝા અને ઇઝરાયલ વચ્ચે ક્યારે યુદ્ધ શરૂ થશે તે કોઈને ખબર નથી. ગઈકાલે ફરી એકવાર ઈઝરાયલે ગાઝામાં એક હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલી લડાકુ વિમાનોએ ગાઝા હોસ્પિટલ પર એક સાથે છ બોમ્બ ફેંક્યા. જેનાથી હોસ્પિટલ અને આસપાસના વિસ્તારને નુકસાન થયું.

ઈઝરાયલે હુમલાની કબૂલાત કરી
તમને જણાવી દઈએ કે ઈઝરાયલે ગાઝા હોસ્પિટલ પરના હુમલાનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો છે. ઈઝરાયલી સૈન્યએ કહ્યું કે તેણે હોસ્પિટલની નીચે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર હમાસના આતંકવાદીઓ પર સચોટ હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર વર્ષ 2024-25માં 1.34 કરોડ મુસાફરોની અવરજવર, 15 ટકાનો વધારો

ગાઝામાં એક હોસ્પિટલ પર ઈઝરાયલી હવાઈ હુમલામાં 28 લોકોના મોત થયાના અહેવાલ છે. ડઝનબંધ લોકો ઘાયલ થયાના પણ અહેવાલ છે.