ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર ઈરાને ફરી આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

India Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે આ વચ્ચે ઈરાને ફરી એકવાર નિવેદન આપ્યું છે. ઈરાનના વિદેશ મંત્રીએ ભારત અને પાકિસ્તાન બંનેને સંયમ રાખવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો અમેરિકા અને ચીન કોને ટેકો આપશે?
ઈરાન માટે પરિસ્થિતિ મહત્વપૂર્ણ છે’
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવમાં દરેક દેશનું ધ્યાન છે. ત્યારે આ વચ્ચે ઈરાનના વિદેશમંત્રીએ નિવેદન આપ્યું છે. “ઈરાન માટે આ ક્ષેત્રની પરિસ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને અમે તણાવ ઓછો કરવા પર ભાર મૂકીએ છીએ. અમે તમામ પક્ષોને સંયમ રાખવા અને પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા હાકલ કરીએ છીએ,” ઈસ્લામાબાદ પહોંચ્યા પછી અરાઘચીએ કહ્યું હતું કે, “અમે પ્રદેશમાં તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરીશું.”