યશસ્વી જયસ્વાલ બનાશે આજે આ મોટો રેકોર્ડ, જયપુરની ભૂમિ યાદગાર રહેશે

IPL 2025: રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે મેચ રમાવાની છે. રાજસ્થાનની હાલાત ખરાબ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં ઓનલી 2 મેચમાં ટીમે જીત પ્રાપ્ત કરી છે. આજની મેચમાં યશસ્વી જયસ્વાલ એક મોટો રેકોર્ડ બનાવી શકે છે. 37 રન બનાવતાની સાથે જ તે રાજસ્થાનનો પાંચમો સૌથી સફળ બેટ્સમેન બની જવાની સિદ્ધિ તે આજે પ્રાપ્ત કરી શકે છે.
Practice makes man perfect @rajasthanroyals 🩷.pic.twitter.com/IQgTpcXIyx
— Yashasvi Jaiswal (@YashasviJasiwal) April 28, 2025
આ પણ વાંચો: IPL 2025: જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન કેમ અને કોના પર ગુસ્સે થઈ?
જયસ્વાલ બનાવશે આ રેકોર્ડ
RR અને GT વચ્ચેની મેચમાં આજે જયસ્વાલ પાસે મોટો રેકોર્ડ બનાવવાની તક છે. રાજસ્થાનની ટીમનું ભલે ખરાબ પ્રદર્શન જોવા મળ્યું, પરંતુ દરેક મેચમાં યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સિઝનમાં તે રાજસ્થાનની ટીમમાંથી સૌથી વધારે રન બનાવનાર ખેલાડી છે. રાજસ્થાન રોયલ્સના ફક્ત ચાર બેટ્સમેન જ IPLમાં 2000 કે તેથી વધુ રન બનાવી શક્યા છે. આજની મેચમાં જયસ્વાલ 37 રન વધુ બનાવે છે, તો તે રાજસ્થાન માટે આ રેકોર્ડ બનાવનાર પાંચમો બેટ્સમેન બનશે.