શું શુભમન ગિલ SRH સામેની મેચ રમશે? ઈજા અંગે આવી મોટી અપડેટ

Shubman Gill Injury Update: શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ગુજરાત ટાઇટન્સ IPL 2025 માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. આજે રાજસ્થાન અને હૈદરાબાદનો મુકાબલો થવાનો છે. પરંતુ મુખ્ય વાત એ છે કે કેપ્ટન ગિલ ઈજાને કારણે ફિટ નથી. રાજસ્થાન સામેની મેચમાં તેને કમરમાં ઈજા થઈ હતી જેના કારણે તેને બહાર બેસવાનો વારો આવ્યો હતો. હવે સવાલ એ છે કે આજની મેચમાં ગિલ મેચ રમશે કે નહીં. ટીમ ડિરેક્ટર વિક્રમ સોલંકીએ તેમની ઈજા અંગે અપડેટ આપ્યું છે. આવો જાણીએ શું કહ્યું તેમણે.
ટીમ ડિરેક્ટર વિક્રમ સોલંકીએ આપી આ માહિતી
મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં બોલતા, સોલંકીએ કહ્યું કે ટીમ ગિલ સાથે ખૂબ કાળજી રાખવાનો પ્રયાસ કરી રહી છે. ટીમને સંપૂર્ણ ભરોસો છે કે હૈદરાબાદ સામેની મેચમાં તે ફિટ થઈ જશે. તેની પીઠમાં ઈજા થઈ હતી. અમને ભરોસો છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે અને મેદાનમાં પરત ફરશે.
Vikram Solanki Provides Positive Update on Shubman Gill’s Fitness#ShubmanGill #GTvSRH #GTvsSRH #IPL2025 #SBM https://t.co/JCJdG8RoJb
— SBM Cricket (@Sbettingmarkets) May 2, 2025
આ પણ વાંચો: GT vs SRH મેચ કોણ જીતી શકે છે? જાણો હેડ ટુ હેડ રેકોર્ડ
ગુજરાત ટાઇટન્સની ટીમ
શાહરૂખ ખાન, કરીમ જનાત, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ શર્મા, ક્રિષ્ના, લો, મોહમ્મદ સિરાજ, લોકાર્પણ, આર. અરશદ ખાન, દાસુન શનાકા, જયંત યાદવ, કુલવંત ખેજરોલિયા, શેરફેન રધરફોર્ડ, માનવ સુથાર, ગેરાલ્ડ કોએત્ઝી, કુમાર કુશાગરા, ગુર્નુર બ્રાર, નિશાંત સિંધુ.