IPL 2025: જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન કેમ અને કોના પર ગુસ્સે થઈ?

Jasprit Bumrah: રવિવારે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 54 રનથી હાર આપી હતી. આ સમયે સંજના ગણેશન તેના પુત્ર અંગદ સાથે ટીમને ચીયર કરવા આવી હતી. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા બુમરાહે પણ શાનદાર બોલિંગ કરી હતી. બુમરાહને શાનદાર બોલિંગના કારણે તમામ લોકો તાળી પાડી રહ્યા હતા. આ પછી કેમરો બુમરાહની પત્ની અને તેના પુત્ર પર આવ્યો હતો. આ સમયનો વીડિયો ખૂબ વાયરલ થયો છે.કેટલાક યુઝર્સે અંગદના હાવભાવની ચર્ચા પણ કરી હતી. જે સંજનાને સેજ પણ પસંદ આવ્યું નથી, આ પછી તેણે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આવો જાણીએ કે શું લખ્યું તેણે પોસ્ટમાં.

આ પણ વાંચો: OnePlusનો આ ફોન આ નામથી થશે લોન્ચ, કંપનીએ આપી પુષ્ટિ

સંજનાએ ટ્રોલ કરનારાઓને આ રીતે જવાબ આપ્યો
સંજનાએ લખ્યું, અમારો દીકરો તમારા મનોરંજનનો વિષય નથી. “જસપ્રીત અને હું અંગદને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માટે તમામ પ્રયાસો કરીએ છીએ, કારણ કે ઇન્ટરનેટ એક ખરાબ જગ્યા છે અને હું કેમેરાથી ભરેલા ક્રિકેટ સ્ટેડિયમમાં બાળકને લાવવાના પરિણામોને સંપૂર્ણપણે સમજું છું, પરંતુ કૃપા કરીને સમજો કે હું અને અંગદ જસપ્રીતને ટેકો આપવા માટે હતા, બીજું કંઈ નહીં.”અમારો દીકરો વાયરલ થાય એમાં અમને રસ નથી.