ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો, ડેવિડ વોર્નરને પણ છોડી દીધો પાછળ

Virat Kohli: ઇન્ડિયન પ્રીમિયર લીગની દરેક સિઝનમાં બેટ્સમેનોમાં સૌથી વધુ રન બનાવવાની સ્પર્ધા હોય છે. જેમાંથી ઘણા ખેલાડીઓ એવા હોય છે કે દરેક સિઝનમાં શાનદાર પ્રદર્શન કરે છે. જેમાંથી એક વિરાટ કોહલી પણ છે. ગઈકાલે રમાયેલી મેચમાં તેણે શાનદાર રેકોર્ડ બનાવ્યો હતો. વિરાટ આ સિઝનમાં 500થી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયો છે.

આ પણ વાંચો: ભારતની દેખાદેખીમાં પાકિસ્તાને ઉઠાવ્યું મોટું પગલું, IPLના પ્રસારણ પર મૂક્યો પ્રતિબંધ

ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો
વિરાટ આ સિઝનમાં 500થી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ વાતમાં તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નરને પણ પાછળ છોડી દીધો છે. 7 વખત તેણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વિરાટના આ રેકોર્ડ જ IPLમાં સૌથી વિશ્વસનીય વિદેશી ખેલાડીઓમાંના એક બનાવે છે. વિરાટે 184 આઈપીએલ મેચોમાં 40.52 ની સરેરાશથી 6565 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 126 રન છે.