ભારતે પાકિસ્તાનની કાર્યવાહીનો યોગ્ય જવાબ આપ્યો: કર્નલ સોફિયા કુરેશી

War Against Terror: પાકિસ્તાન અને ભારત વચ્ચે છેલ્લા ઘણા દિવસથી તણાવ ચાલી રહ્યો છે. પાકિસ્તાને ગઈકાલે રાતે ફરી મિસાઈલ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. આ દાવા પર ભારત તરફથી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કર્નલ સોફિયા કુરેશીએ માહિતી આપતા જણાવ્યું કે પાકિસ્તાન સેનાએ સમગ્ર પશ્ચિમી સેનાને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. વધુ માહિતી આપતા જણાવ્યું કે, . આંતરરાષ્ટ્રીય સરહદ અને LoC પર 26 સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. ભારતીય સેના દ્વારા આને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. પાકિસ્તાને અનેક વાયુસેના મથકો પર હોસ્પિટલો અને નાગરિક ઇમારતોને નિશાન બનાવી હતી.

આ પણ વાંચો: કર્નલ સોફિયાએ કર્યો મોટો ખુલાસો, ડ્રોનના હુમલાને લઈને કહી આ વાત

ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું
ભારતે તારીખ 6-7એ પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો હતો.પાકિસ્તાને પહેલા પહલગામમાં હુમલો કર્યો હતો અને જાતે કરીને ભારતની ઉશ્કેરણી કરવામાં આવી હતી. આ પછી ભારતે પણ પાકિસ્તાન પર સતત મિસાઇલો અને ડ્રોન છોડવામાં આવ્યા હતા. આ પછી પાકિસ્તાને 2 વાર ભારત ફરી હુમલો કર્યો હતો. જોકે ભારતીય સેનાએ પાકિસ્તાનના આ વારને ફેલ કરી દીધો છે. શુક્રવારે પણ પાકિસ્તાને મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ કરીને ભારતના 26 શહેરો પર હુમલો કર્યો હતો.