રાષ્ટ્રગીતને લઈને પાકિસ્તાનમાં વાતાવરણ ગરમાયું, PCBએ ICC પર લગાવ્યો આરોપ

Champions Trophy 2025: પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો હતો. જેમાં ભૂલથી ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતને બદલે ભારતનું રાષ્ટ્રગીત વગાડી દીધું હતું. જેનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. હવે આ મામલે , PCBએ ICC પર આરોપ લગાવ્યો છે અને જવાબ માંગ્યો છે.
આ પણ વાંચો: IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, A થી Z સુધી બધું જાણો
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં બબાલ
પાકિસ્તાનમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ દરમિયાન ભારતનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. આ બનાવ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં બન્યો હતો. જેનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. હવે આ મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી એક નિવેદન બહાર આવ્યું છે, જ્યાં તેણે ICC ને પત્ર લખીને જવાબ માંગ્યો છે. ઈન્ડિયાની ટીમ પાકિસ્તાન આવવાની નથી એમ છતાં પ્લેલિસ્ટમાં ભારતનું રાષ્ટ્રગીત ગીત કેમ હતું.