IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમાં હવામાન કેવું રહેશે?

IND vs AUS Weather Report: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હેઠળ આજે ભારત અને ઓસ્ટ્રેલિયાનો મુકાબલો થવાનો છે. આ મેચમાં જે ટીમ જીતશે તે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીના ટાઇટલ મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે. આ વચ્ચે મેચના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. આજની મેચમાં વરસાદ પડી શકે છે. આવો જાણીએ કે દુબઈની હવામાન સ્થિતિ કેવી છે.

આ પણ વાંચો: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે કાંટાની ટક્કર, જાણો બંને ટીમના હેડ ટુ હેડ રેકોર્ડ

આવું રહેશે હવામાન
આજના દિવસની વાત કરવામાં આવે તો દુબઈમાં આજે વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. પવન 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. સાંજના 5 વાગ્યાની આસપાલ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યાતા છે. રાતે 10થી11 વાગ્યા સુધીમાં વરસાદ પડી શકે છે. તમને જણાવી દઈએ કે જો આજની મેચ રદ થાય છે તો ફરીથી રિઝર્વ ડે એટલે કે 5 માર્ચેના મેચ રમાશે. જો આજની મેચ ટીમ ઈન્ડિયા જીતી જાય છે તો સતત ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહેશે.