અમરેલીમાં ભારે વરસાદે ખેતરોમાં વેર્યો વિનાશ, કપાસનો ઊભો પાક થયો નાશ

દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ સાડા ત્રણ લાખ હેક્ટરમાં કપાસના પાકનું વાવેતર થયું છે. પરંતુ, ચોમાસાની શરૂઆતથી જ અતિ વરસાદે તારાજી સર્જી હતી અને ખેડૂતોને કપાસના પાક પીળો પડી નુકસાન થયા બાદ ખેડૂતોને થોડીઘણી કપાસના પાકમાં નુકશાનીના વળતરની આશા હતી તેના પર પણ છેલ્લે છેલ્લે વરસાદ સાથે પવને પાણી ફેરવી દીધું છે અને કપાસ નો પાક આડો પડી ગયો અને અને ફાલ પણ ખરી જતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.

ચાલુ વર્ષ અમરેલી જિલ્લામાં સીઝનનો 85 ટકા વરસાદ પડી ગયો છે. ત્યારે, ખેડૂતોએ સારા ભાવની આશાએ કપાસનો પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ, શરૂઆતમાં અતિ વરસાદથી કપાસનો પાક પીળો પડી ગયો હતો. બાદ હવે છેલ્લે છેલ્લે 10-12 દિવસથી અતિ પવન સાથે વરસાદ પડવાથી ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ જાય જેવી પરિસ્થિતિ જોવા મળી હતી અને કપાસનો પાક આડો પડી ગયા બાદ કપાસનો ફાલ ખરી જતા ખેડતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

ધારી, ખાંભા, બગસરા પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ પડવાને કારણે કપાસના પાકમાં ભારે નુકસાન થયું છે અને ખેડૂતોનો કપાસનો ઉભો પાક નો શોથ વળી ગયો છે અને કપાસનો પાક આડો પડી જતા કપાસનો સંપૂર્ણ ફાલ પણ ખરી ભારે નુકસાન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે અને સરકાર પાસે નુકસાનીના સર્વેની આશા વ્યક્ત કરી હતી.