એપ્રિલમાં પડશે કાળઝાળ ગરમી, શેકાવા તૈયાર રહેજો

Summer 2025: વાતાવરણમાં હવે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં 8 એવા શહેરો છે કે જેનું તાપમાન 39 ડિગ્રીથી વધારે નોંધાયું છે. અમરેલીમાં 41.3 ડિગ્રી, ભૂજમાં 42.8 , ડિસામાં 41.2 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 40 ડીગ્રી અને ગાંધીનગરમાં 39.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો: IPL 2025: રોહિત શર્માના વાયરલ વીડિયો પર થયો હંગામો, લોકો કરી રહ્યા છે ટ્રોલ

આજે આ જિલ્લાઓમાં એલર્ટ
હજૂ તો ઉનાળાની શરૂઆત થઈ ત્યાં કાળઝાળ ગરમી પડવા લાગી છે. રાજ્યના ઘણા એવા શહેર છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલીમાં 41.3 ડિગ્રી, ભૂજમાં 42.8 , ડિસામાં 41.2 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 40 ડીગ્રી અને ગાંધીનગરમાં 39.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ વખતે એપ્રિલ મે અને જૂન મહિનામાં ગરમીનું પ્રમાણ વધારે રહેવાની શક્યતાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. સામાન્ય રીતે એપ્રિલ મે અને જૂનમાં ગરમીનું મોજુ ચારથી સાત દિવસ સુધી રહેતું હોય છે. પરંતુ આ વખતે વધારે રહેવાની શક્યતાઓ છે.