ગુજરાત ટાઇટન્સની ટીમને મોટો ઝટકો, જોસ બટલરની જગ્યાએ રિપ્લેસમેન્ટની જાહેરાત

Gujarat Titans: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા આઈપીએલ અઠવાડિયા માટે બંધ સ્થગિત કરવામાં આવી હતી. હવે ફરી 17 તારીખે મેચ શરુ થશે. નવા શેડ્યુલના કારણે ઘણા વિદેશી ખેલાડીઓ પોતાના દેશમાં પરત ફરશે. તેમાં જોસ બટલરનું નામ પણ સામેલ છે. ગુજરાત માટે આ મોટો ઝટકો કહી શકાય. કારણ કે બટલરનું પ્રદર્શન શાનદાર જોવા મળ્યું હતું. ઘણી એવી મેચ હતી જેના કારણે ગુજરાતની ટીમને જીત મળી હતી. તેની જગ્યાએ કુસલ મેન્ડિસને રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતને મળશે આટલા કરોડ રૂપિયા, પાકિસ્તાન તો સૌથી પાછળ

કુસલ મેન્ડિસ PSLમાં રમવા પાછો નહીં જાય
કુસલ મેન્ડિસ પાકિસ્તાન સુપર લીગમાં ક્વેટા ગ્લેડીયેટર્સ માટે રમી રહ્યા હતા. પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે તે પરત નહીં રમે. આઈપીએલ તેના માટે સારી તક હશે. ગુજરાતની ટીમે હજૂ સત્તાવાર રીતે પ્લેઓફમાં સ્થાન કન્ફર્મ કર્યું નથી. હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોસ પર છે. ઓનલી એક જીત મળશે અને ગુજરાતની ટીમનું પ્લેઓફમાં સ્થાન કન્ફર્મ થઈ જશે. ગુજરાતની ટીમ હજબ 3 મેચ રમશે અને આગામી મુકાબલો 18 મેના દિલ્હીની ટીમ સામે થશે.