May 21, 2024

અમદાવાદમાં આજે GT અને RCBનો મહામુકાબલો

IPL 2024: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનની 45મી મેચ છે. ગુજરાતની ટીમ અને બેંગ્લોરની ટીમ વચ્ચે મુકાબલો થવાનો છે. આ મેચનું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

સામનો કરવાનો વારો
ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો વચ્ચે મુકાબલો થવાનો છે. હાલની સ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે RCB માટે પ્લેઓફમાં પહોંચવું ખૂબ મુશ્કેલ દેખાઈ રહ્યું છે. તો બીજી બાજૂ ગુજરાતની પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. RCBએ ભલે તેની છેલ્લી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને ચોક્કસપણે હરાવ્યું હોય. તેને સતત 6 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાન પર છે. 9માંથી 4 મેચમાં જીત મેળવી છે. RCBની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાન પર છે. 9 મેચમાંથી માત્ર 2 જ જીતવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચો: પંજાબ કિંગ્સે થોડા દિવસોમાં SRH ટીમનો મોટો રેકોર્ડ તોડ્યો

અમદાવાદની પીચ કેવી હશે?
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચની વાત કરીએ તો બેટ્સમેન અને બોલરો વચ્ચે સમાન સ્પર્ધા જોવા મળી રહી છે. અમદાવાદમાં હાલ ગરમી પડી રહી છે, જેના કારણે મેચ શરૂ થશે તે સમયે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળી શકે છે. જેના કારણે જે ટીમ ટોસ જીતે છે તે બેટિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. પિચ થોડી ધીમી પણ રહી શકે છે. આવી સ્થિતિમાં ઝડપી રન બનાવવું સરળ કાર્ય નહીં હોય તે નક્કી છે. અત્યાર સુધીમાં આ મેદાનમાં બપોર પછીની મેચમાં 180થી વધુના સ્કોરનો પીછો કરવો હજુ સુધી કોઈ પણ ટીમ માટે સરળ સાબિત થયું નથી