હવે ઈમરાન ખાન અને બિલાવલ ભુટ્ટોના X એકાઉન્ટ પર ભારતે મૂક્યો પ્રતિબંધ

Pakistan: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારતમાં પાકિસ્તાની યુટ્યુબ ચેનલો બ્લોક કરવામાં આવી રહી છે. આ સાથે ભારતમાં ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને પાકિસ્તાની વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે ફરી એકવાર ભારત સરકારે કાર્યવાહી કરી છે અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.
ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીના X ખાતા બ્લોક કરવામાં આવ્યા છે. પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને નિવેદનોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, ઇમરાન ખાન હજુ પણ જેલમાં છે.
આ પણ વાંચો: પંજાબના અમૃતસરમાંથી પાકિસ્તાનના બે જાસૂસ ઝડપાયા, સેના અને એરબેઝની માહિતી મોકલી રહ્યા હતા પાકિસ્તાન
આ પહેલા પણ સરકારે ભારતમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ અને યુટ્યુબ પર ઘણા પાકિસ્તાની સેલિબ્રિટીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો. પાકિસ્તાનીઓ દ્વારા સતત થઈ રહેલા હુમલાઓ અને તેમના નિવેદનોને કારણે ભારત સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 22 એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે.