ગોંડલમાં રાજકુમાર જાટની કથિત હત્યા મામલે ફોરેન્સિક રિપોર્ટ, પિતાએ કહ્યું – લાકડીથી માર્યો, ગન પોઇન્ટ પર ઉઠાવ્યો

રાજકોટઃ ગોંડલમાં થોડા સમય પહેલાં રાજકુમાર જાટની હત્યા થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના પિતા રતનલાલ જાટ દ્વારા ઓડિયો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ મામલે મૃતક રાજકુમાર જાટનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.
ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ દ્વારા ઓડીઓ જાહેર કરવામાં આવ્યો છે. તેમણે ઓડિયોમાં જણાવ્યું છે કે, ‘હું શરૂઆતથી જ કહેતો હતો કે મારી અને મારા દીકરા સાથે મારપીટ થઈ છે. પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર મારપીટ થઈ છે તે બાબતે અધૂરા CCTV આપવામાં આવ્યા છે. ત્યારબાદ રાતે મારા દીકરાને ગન પોઇન્ટ પર ઉઠાવી અને ચલાવવામાં આવ્યો છે.’
તેમણે વધુમાં જણાવ્યુ છે કે, ‘રિપોર્ટમાં સ્પષ્ટ છે લાકડી વડે માર મારવામાં આવ્યો છે. ભૂદામાં જે ઘા મારવામાં આવ્યા છે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે. હવે બધું સ્પષ્ટ થઈ ગયું છે.’