ગોંડલમાં અલ્પેશ કથીરિયાના સમર્થકોની કારમાં તોડફોડ કરવા મામલે 10ની ધરપકડ

રાજકોટઃ ગઈકાલે ગોંડલમાં રાજકીય ઘમાસાણ સર્જાયું હતું. ત્યારે તેમાં અલ્પેશ કથીરિયાના સમર્થકોની કારમાં તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને 10 આરોપીઓની ધરપકડ કરી હતી.

કોની કોની ધરપકડ કરવામાં આવી?
પીન્ટુ સાવલિયા, નિલેશ ચાવડા, પુષ્પરાજ વાળા, અજીતસિંહ ઝાલા, કરણસિંહ પઢિયાર, કીર્તિરાજસિંહ ઝાલા, હિતેશ રાઠોડ, અરમાન ખોખર, રોહિત રાઠોડ, માનવ વાઘેલા સહિતના વ્યક્તિઓની કરાઈ ધરપકડ

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથીરિયાના સમર્થકોની કાચમાં તોડફોડ કરવા મામલે પોલીસ ફરિયાદી બની હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.