‘પાક. આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે પહલગામમાં કરાવ્યો હતો હુમલો’,આદિલ રઝાનો દાવો

Pahalgam Terror Attack: ભૂતપૂર્વ પાકિસ્તાની સૈનિક આદિલ રઝાએ કહ્યું છે કે પહલગામ હુમલો પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કરાવ્યો હતો. આદિલ રઝાએ કહ્યું છે કે પહલગામમાં આતંકવાદી હુમલાનો આદેશ પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરે આપ્યો હતો. નોંધનીય છે કે, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને પાકિસ્તાન પહેલાથી જ શંકાના ઘેરામાં છે. પહલગામ આતંકવાદી હુમલામાં કુલ 26 લોકો માર્યા ગયા હતા. આતંકવાદીઓએ પહલગામમાં રજાઓ ગાળવા ગયેલા પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી. ઘટના બાદ શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું હતું કે આતંકવાદીઓના પાકિસ્તાન સાથે સંબંધો હતા.
આદિલ રઝાએ શું દાવો કર્યો છે?
આદિલ રઝાએ X પર લખીને એક મોટો દાવો કર્યો, ‘પાકિસ્તાની ગુપ્તચર વિભાગના ઉચ્ચ સ્તરીય સૂત્રો દ્વારા હવે પુષ્ટિ મળી છે કે પહલગામ આતંકવાદી હુમલો જનરલ અસીમ મુનીરના આદેશ પર કરવામાં આવ્યો હતો.’ જ્યારે આખું પાકિસ્તાન આ નીડરતાથી અજાણ છે અને તેને આ વિશે કંઈપણ ખબર નથી. આ દરમિયાન પાકિસ્તાને આજે ભારતીય ફ્લાઇટ્સ માટે તેનું હવાઈ ક્ષેત્ર અને વાઘા બોર્ડર બંધ કરી દીધું હતું. પાકિસ્તાને ભારત સાથેના તમામ વેપારને પણ સ્થગિત કરી દીધા અને કહ્યું કે સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનને મળતું પાણી રોકવાનો કે વાળવાનો કોઈપણ પ્રયાસને યુદ્ધની કાર્યવાહી ગણાશે. વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ આ જાહેરાતો કરવામાં આવી હતી.