ઓપરેશન સિંદૂરનો ઇમરાન ખાનને લાગી રહ્યો છે ભય, ડરમાં કરી દીધું કાર્ય

Imran Khan: ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાનની જનતા તેની જ સરકારથી પરેશાન થઈ ગઈ છે. હવે એવી માહિતી સામે આવી છે કે જેલમાં બંધ Imran Khanને ડ્રોન હુમલાનો ડર સતાવી રહ્યો છે.
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીએ મેસેજ બહાર પાડ્યો
ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીએ આ અંગે એક વોટ્સએપ મેસેજ જારી કર્યો છે. જેમાં પાર્ટીના ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધાન અલી અમીન ગંડાપુરે ખાનની મુક્તિ માટે ઇસ્લામાબાદ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હોવાનું સામે આવ્યું છે. તેના પરથી ચોક્કસ કહી શકાય છે કે તેમને આ વાતનો ડર સતાવી રહ્યો છે. ખાન રાવલપિંડીના ગેરીસન શહેરની આદિયાલા જેલમાં બંધ છે.
આ પણ વાંચો: ચીને પાકિસ્તાનને તરછોડ્યું, પાકિસ્તાન દ્વારા ચીની ફાઇટર જેટના ઉપયોગ પર વિદેશ મંત્રાલયે કહી આ વાત
ઇમરાન ખાનને તાત્કાલિક મુક્ત કરો
જે અરજી દાખલ કરવામાં આવી છે તેમાં વિનંત કરવામાં આવી છે કે ભારત સાથેની વર્તમાન યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય સંવાદિતા અને એકતા ખાતર અને અદિયાલા જેલમાં ડ્રોન હુમલાના ભયને કારણે ઇમરાન ખાનને તાત્કાલિક પેરોલ/પ્રોબેશન પર મુક્ત કરવામાં આવે. કોર્ટે અરજીની સુનાવણી માટે કોઈ તારીખ નક્કી કરી હોવાની કોઈ માહિતી મળી રહી નથી. મહત્વની વાત એ છે કે પહલગામમાં થયેલા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો છે. આ પછી ગઈકાલે પાકિસ્તાને પણ ભારતના સરહદી વિસ્તારમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. પરંતુ પાકની આ નાકામ હરકતનો જવાબ ભારતીય સેનાએ ખૂબ સારી રીતે આપ્યો હતો. હવે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રીને આ તણાવ વચ્ચે ડર લાગી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.