દિગ્વેશ રાઠીએ કરી દીધી ફરી એ જ ભૂલ, VIDEO વાયરલ

Digvesh Rathi: લખનૌ સુપર જાયન્ટ્સના સ્પિનર દિગ્વેશ રાઠીએ રવિવારે IPL 2025 માં પંજાબ કિંગ્સ સામે ફરી એકવાર એવું કર્યું કે જેના કારણે BCCI દ્વારા તેને 2 વખત ઠપકો આપવામાં આવ્યો હતો. પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયરને આઉટ કર્યા પછી દિગ્વેશ રાઠીએ ‘નોટબુક સેલિબ્રેશન’ કર્યું હતું.
Only Digvesh Rathi is consistent wicket taker in this whole team pic.twitter.com/IDanpJUl2o
— ADA SHARE (@ada_share) May 4, 2025
આ પણ વાંચો: ઓરેન્જ કેપ અને પર્પલ કેપ યાદીમાં થયો મોટો ફેરફાર, આ ખેલાડીઓ ટોપ-5માં થયા સામેલ
દિગ્વેશ રાઠીની મુશ્કેલી વધશે
આ સિઝનમાં સૌથી વધારે કોઈ ચર્ચામાં રહ્યું હોય તો તે ‘નોટબુક સેલિબ્રેશન’ છે. દિગ્વેશ રાઠીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. અત્યાર સુધીમાં તેના પર 2 વાર દંડ લગાવવામાં આવ્યો હતો. જે બાદ તેની ઉજવણી કરવાની સ્ટાઈલ બદલી નાંખી હતી. દિગ્વેશે ઐયર અને પ્રભસિમરન સિંહને આઉટ કર્યા પછી પોતાનું ખાસ ઉજવણી ફરી શરૂ કરી દીધી છે. હવે જોવાનું રહ્યું કે BCCI ફરી એકવાર દિગ્વેશને આવી જ સજા આપશે કે નહીં. પંજાબ વચ્ચેની પહેલી મેચમાં દિગ્વેશે પહેલી વાર આ ઉજવણી કરી હતી. જ્યારે તેણે ઓપનર પ્રિયાંશ આર્યને આઉટ કર્યો હતો.