હર્ષદના દરિયાકિનારેથી શિવલિંગ ચોરનારા 4 આરોપીની ધરપકડ

દેવભૂમિ દ્વારકાઃ હર્ષદના દરિયાકિનારે આવેલા ભીડભંજન શિવાલયમાંથી શિવલિંગની ચોરી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે પોલીસે કાર્યવાહી કરી હતી અને 4 આરોપીને ઝડપી પાડ્યા હતા.
થોડા દિવસો પહેલા આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણાની ભત્રીજીને સપનું આવ્યું હતું કે, દ્વારકા જિલ્લાના હરસિદ્ધિ મંદિર પાસે દરિયાકિનારે આવેલા ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ ઘરે લાવીને સ્થાપના કરશો તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે.
આરોપીઓ વનરાજ, મનોજ, મહેન્દ્ર, જગત અને અન્ય ૩ મહિલાઓ મળીને આ તમામ લોકોએ કાવતરું રચ્યું હતું. 2 વાહનોમાં આવી અને હર્ષદમાં રોકાયા હતા. રેકી કરીને ભીડભંજન મહાદેવ (ગાંધવી ગામ, દરિયાકિનારો, હર્ષદ) ખાતે સ્થાપિત શિવલિંગ વતન ગામ જેનો તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠામાં લઈ ગયા હતા. ત્યારબાદ પોતાના ઘરે શિવલિંગની સ્થાપના કરી હતી.