દિલ્હી સામેની મેચ પહેલા LSG કેમ્પ માટે ખરાબ સમાચાર, સ્ટાર ખેલાડી ફરી ઘાયલ થયો

DC vs LSG: IPL 2025 લખનૌની પહેલી મેચ પહેલા સતત મુશ્કેલીઓ આવી રહી છે. કારણ કે ટીમના ઘણા ઝડપી બોલરો ઘાયલ છે. હવે લખનૌની ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. શરૂઆતની કેટલીક મેચો ગુમાવ્યા બાદ મયંક ટીમમાં પાછો ફરશે તેવું માનવામાં આવી રહ્યું હતું. જોકે આ વિશે ટીમના કોચ જસ્ટિન લેંગરે મયંક વિશેઅપડેટ શેર કરી છે.

આ પણ વાંચો:જસપ્રીત બુમરાહ ક્યારે પાછો ફરશે? મુંબઈ ઈન્ડિયન્સના કોચે આપ્યો જવાબ

મયંક વિશે આપી મોટી અપડેટ
જસ્ટિન લેંગરે પ્રેસ કોન્ફરન્સમાં મયંક યાદવની ઈજા અંગે મોટી અપડેટ આપી છે. જેમાં લેંગરે કહ્યું કે મયંક મેદાન પર પાછા ફરતા પહેલા જ ફરીથી ઘાયલ થઈ ગયો છે. લેંગરે વધુમાં કહ્યું કે મયંકને આંગળીમાં ઈજા થઈ છે, જેના કારણે તેની જલ્દી મેદાનમાં પાછા ફરવાની આશાઓને મોટો ફટકો પડ્યો છે. મયંક યાદવે IPL 2024 માં તેની બોલિંગથી ઘણા પ્રભાવિત કર્યા હતા. બધા તેની મેદાનમાં વાપસી કરવાની રાહ જોઈ રહ્યા છે. મયંક ટુર્નામેન્ટના અંત સુધીમાં ફિટ થઈ જશે.”