દાહોદમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો

દાહોદઃ જિલ્લામાં એક કાળજુ કંપાવનારી ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે, ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો છે. દેવગઢ બારિયાની એસસી મોદી હાઇસ્કૂલમાં આ ઘટના બની છે.
પરીક્ષા પૂરી થવાની હતી તેની 20 મિનિટ પહેલાં જ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્કૂલ સ્ટાફે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ ઘટનાને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્ર દામાએ હોસ્પિટલ પહોંચી વિદ્યાર્થીના ખબર અંતર પૂછ્યા હતા અને વિદ્યાર્થીને મદદની ખાતરી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીને સમયસર સારવાર મળી જતા હાલ તેની તબિયત સુધારા પર છે.