વાવાઝોડાથી વડોદરા ડિવિઝનમાં રેલ વ્યવહાર ખોરવાયો, 25થી 30 ટ્રેનને અસર થઈ

વડોદરા: વાવાઝોડાથી રેલ વ્યવહારને અસર પહોંચી છે. વડોદરા ડિવિઝનમાં રેલ વ્યવહાર ખોરવાયો હતો. આણંદ- નડિયાદ, ભરૂચ -પાલજ વચ્ચે ઓવરહેડ વાયર ઇક્વિપમેન્ટ પર વૃક્ષ પડ્યા હતા. ત્યારે વૃક્ષો પડવાથી ઘણી બધી ટ્રેનોને અસર થઈ હતી. ત્રણ મેમુ ગાડીને કેન્સલ કરવામાં આવી છે. તેમજ ગઈકાલથી આજ સુધી 25થી 30 ગાડીઓને અસર થઈ હતી તેને કાર્યરત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ DRMએ એલર્ટ રહેવાં સૂચના અપાઇ છે. રેલવેમાં ભારે પવનથી નુકસાન થાય તેવી જગ્યાઓ પર ચેક કરીને યોગ્ય નિકાલ કરવા સૂચન કરાયું છે.