MS ધોની 1 સિક્સર ફટકારતાની સાથે જ ઇતિહાસ રચશે, તે આવું કરનાર પ્રથમ ભારતીય બનશે

CSK vs RCB: IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ આજે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે અને RCB પ્લેઓફની રેસમાં યથાવત છે. RCB પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. પ્લેઓફમાં પહોંચવા માટે RCBપોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે આ મેચ રમશે. આજની મેચમાં ધોની પોતાના નામે એક મોટો રેકોર્ડ બનાવી શકે છે. તે ફક્ત છ રન દૂર છે.

IPLમાં RCB સામે સૌથી વધુ છગ્ગા મારનારા ખેલાડીઓ
ડેવિડ વોર્નર – 55 છગ્ગા
એમએસ ધોની – 49 છગ્ગા
કેએલ રાહુલ – 43 છગ્ગા
આન્દ્રે રસેલ – 38 છગ્ગા
રોહિત શર્મા – 38 છગ્ગા

આ પણ વાંચો: ‘હું ફરીથી ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવા માંગુ છું: અજિંક્ય રહાણે

50 છગ્ગા મારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની જશે
બેંગ્લોર સામેની મેચમાં ધોનીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે ધોનીએ RCB સામે 34 મેચ રમી છે. 40.64 ની સરેરાશથી 894 રન બનાવ્યા છે. તેણે ચાર અડધી સદી ફટકારી છે અને કુલ 49 છગ્ગા ફટકાર્યા છે. જો ધોની આગામી મેચમાં વધુ છગ્ગો ફટકારે છે, તો તે RCB સામે IPLમાં 50 છગ્ગા મારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની જશે. RCB સામે ડેવિડ વોર્નરે સૌથી વધુ 55 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે ધોની 49 છગ્ગા સાથે બીજા સ્થાને છે.