રાત્રે ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરવું થશે 30% મોંઘુ ,જાણો નવો નિયમ

Electric Vehicles: એકબાજૂ ભારત સરકાર ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે ભાર મૂકી રહી છે. પંરતુ બીજી બાજૂ તમારા ખિસ્સામાં વધારે બોજ આવી શકે છે. રાતના સમયે ચાર્જ કરવું મોંઘુ પડી શકે છે. કારણ કે કેરળ સરકારે આયોગે EV ચાર્જિંગ અંગે મોટો ફેરફાર કર્યો છે. જેમાં તમારે રાતના સમયે ચાર્જ કરવા માટે 30 % વધુ ચૂકવવા પડશે. નવા નિયમ પ્રમાણે EV ચાર્જિંગ હવે બે સમય ઝોનમાં વહેંચાયેલું છે. આવો જાણીએ સમગ્ર માહિતી.
આ પણ વાંચો: IPL 2025માં આ ત્રણ ટીમનો ખેલ ખતમ, આ 2 ટીમ પર સંકટના વાદળો
30% વધુ ટેરિફ વસૂલવામાં આવશે
જો તમે સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી આ સમય દરમિયાન તમારી EV ચાર્જ કરો છો , તો તમારે 30 % ઓછો ટેરિફ ચૂકવવો પડશે. હેલા ચાર્જિંગનો ખર્ચ 100 રૂપિયા થતો હતો હવે તે ફક્ત 70 રૂપિયામાં થશે. સાંજે 4 થી સવારે 9 વાગ્યા સુધીમાં ચાર્જ કરો છો તો 30% વધુ ટેરિફ વસૂલવામાં આવશે. તેનો મતલબ એ છે કે તમારે 100ની જગ્યાએ 130 રુપિયા દેવા પડશે.નવા ટેરિફ ફક્ત જાહેર EV ચાર્જિંગ સ્ટેશનો પર જ લાગુ થશે. જ્યારે જો તમે ઘરે EV ચાર્જ કરશો તો તેની કોઈ અસર થશે નહીં. આ નિયમને ઓનલી કેરળમાં લાગુ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં બીજા રાજ્યમાં અમલ કરવામાં આવી શકે છે. જે લોકો Electric Vehicles લેવાનું વિચારી રહ્યા છે તે લોકોએ આ વિચારવું જરુર પડશે. જે લોકો જોડે ઇલેક્ટ્રિક વાહન છે તે લોકોએ પ્લાન કરીને ચાલવું પડશે કે તેનું વાહન ક્યારે તેમને ચાર્જ કરવું. જો એવું નથી તો વધારાનો ચાર્જ દેવો પડી શકે છે.