ધોરાજી: સુપેડી હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત; 2 ગંભીર રીતે લોકો ઈજાગ્રસ્ત

Dhoraji: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજીથી સુપેડી ગામ જતા રસ્તે કારને અકસ્માત નડ્યો હતો. જેમા 4 લોકોના મોત થયા છે. તો 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.

કારમાં કુલ 6 વ્યક્તિઓ સવાર હતા. જેમાં ચાર વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં અને બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. નોંધનીય છે કે, કાર પલટી મારી વૃક્ષ સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમા 4 લોકોના મોત થયા છે. તો 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. જોકે, ઈજાગ્રસ્તોને ધોરાજીમાં પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ વધુ સારવાર અર્થ ખસેડાયા છે.

મૃતકોનાં નામ
1 વલ્લભભાઈ રૂઘાણી
2 કિશોરભાઈ હિરાણી
3 આશીફ ભાઈ
4 આફતાબ ભાઈ

ઈજાગ્રસ્તનાં નામ
1 રશ્મિન ગાંધી
2 ગૌરાંગ રૂઘાણી

આ પણ વાંચો: ભરઉનાળે ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ , સૌથી વધુ ખેડાના કપડવંજમાં 1.50 ઈંચ વરસાદ નોંધાયો