Bhujમાં વેપારી અને ગ્રાહકો બંને રૂ. 10ના ચલણી સિક્કા સ્વીકારવામાં નનૈયો

નીતિન ગરવા ભુજ: ભુજમાં વેપારી અને ગ્રાહકો બન્ને ચલણી સિક્કા સ્વીકારી નથી રહ્યા. વેપારીઓ, શાકભાજી વેચતા વેપારીઓ તેમજ નાના નાના જે વેપારીઓ છે જેમને 10ની અને 20ની ચલણી નોટોમાં વ્યવહાર વધારે થતા હોય છે. તે લોકો છેલ્લા થોડાક સમયથી 10 રૂપિયાની ચલણી નોટોની ઘટ્ટ અનુભવી રહ્યા છે જેના કારણે આર્થિક વ્યવહારોમાં પણ ફટકો પડી રહ્યો છે. ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં પણ નાના નાના અનેક ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, પરંતુ 10ની નોટો જાણે કે 5 રૂપિયાની નોટોની જેમ બજારમાંથી ગાયબ થઈ રહી છે તેવું દેખાઈ રહ્યું છે. તો વેપારીઓ દ્વારા પણ અન્ય વેપારીઓ તેમજ ગ્રાહકો પાસે 10ના ચલણી સિક્કા સ્વીકારવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

વાણિયાવાડ વેપારી એસોસિયેશનના ઉપપ્રમુખ અણવર નોડેએ પણ 10ની ચલણી નોટો કરોડોની સંખ્યામાં અને અબજોની કિંમતની આરબીઆઇ દ્વારા બહાર પાડવામાં આવી છે, તો ક્યાં કારણોસર તેનું સરક્યુલેશન ઓછું થઈ ગયું છે તે સમજમાં નથી આવી રહ્યું તો ગ્રાહકો તેમજ વેપારીઓએ પણ 10નાં ચલણી સિક્કા સ્વીકારી નથી રહ્યાં જેના લીધે તકલીફ ઊભી થઈ રહી છે.

ભુજના વાણીયાવાડ બજારમાં ફ્રૂટના વેપારીએ 10 સિક્કાની લેવડદેવડ અંગે વાત કરતા જણાવ્યું હતું કે ગ્રાહકો મોટી નોટો આપી રહ્યાં છે, તો છૂટા રૂપિયા પરત દેવામાં તકલીફ પડી રહી છે. 10ની નોટો તો દેખાતી જ બંધ થઈ ગઈ છે. તો સરકારે પણ 10 રૂપિયાની ચલણી નોટો છાપવાનું બંધ કરી નાખ્યું છે. જૂની નોટો પણ ખૂબ ખરાબ પ્રમાણમાં આવી રહી છે જે વેપારી કે ગ્રાહકો કોઈ લેવા તૈયાર થતા નથી તો સાથે જ ચલણી સિક્કા પણ કોઈ સ્વીકારી નથી રહ્યાં. 10ના અને 20ના સિક્કા ફરજિયાત પણે ચાલુ થવા જોઈએ અને લોકોએ પણ અફવાથી બચવું જોઈએ કે સિક્કા ચલણમાં નથી.