અભિનેતા સની દેઓલ-રણદીપ હુડ્ડા સામે FIR, ‘જાટ’ ફિલ્મમાં ખ્રિસ્તી ધર્મનું અપમાન કર્યાનો આરોપ

Sunny Deol and Randeep Hooda: પંજાબના જાલંધરમાં ફિલ્મ અભિનેતા સની દેઓલ અને રણદીપ હુડ્ડા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, તેમની ફિલ્મ જાટમાં ખ્રિસ્તી ધર્મનું અપમાન કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
થોડા દિવસો પહેલાં પંજાબમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા સની દેઓલ અને રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘જાટ’ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યારપછી જાલંધરમાં FIR નોંધવામાં આવી છે. એવો આરોપ છે કે, ફિલ્મમાં અભિનેતા રણદીપ હુડ્ડાએ ઈસુ ખ્રિસ્ત અને ખ્રિસ્તી ધર્મમાં વપરાતી પવિત્ર વસ્તુઓનું અપમાન કર્યું છે.
મળતી માહિતી મુજબ, બોલિવૂડ અભિનેતા સની દેઓલ, રણદીપ હુડ્ડા, વિનીત કુમાર, દિગ્દર્શક ગોપી ચંદ, ફિલ્મ ‘જાટ’ના નિર્માતા નવીન માલિની વિરુદ્ધ જાલંધરના સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ખ્રિસ્તી સમુદાય આ અંગે ગુસ્સો વ્યક્ત કરી રહ્યો છે.