BCCIના આ નિર્ણયથી ચાહકો થયા ગુસ્સે, જાણો કેમ વિરોધ શરૂ કર્યો

IPL 2025: આઈપીએલ શરૂ થાય તે પહેલા કોલકાતામાં ક્રિકેટ ચાહકોએ વિરોધ શરૂ કરી દીધો છે. ક્રિકેટ ચાહકો BCCIના એક જ નિર્ણયથી નારાજ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: શું બેંગલુરુમાં આજે વરસાદ RCB અને KKRની મેચ બગાડશે?

ચાહકોએ વિરોધ કેમ કર્યો?
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઓછો થયો એટલે ફરી આજથી મેચ શરુ થવાની છે. આજની મેચમાં કોલકાતા અને બેંગ્લોરનો આમનો સામનો થશે. આ મેચનું આયોજન બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે. તમામ ટીમે મેચની તૈયારી કરી લીધી છે. આ વચ્ચે BCCI માટે મોટી સમસ્યા ઊભી થઈ છે. કોલકાતાના ક્રિકેટ ચાહકો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નિર્ણયથી રોષમાં જોવા મળી રહ્યા છે. ઇડન ગાર્ડન્સની બહાર પ્રદર્શન કર્યું છે. તેનું કારણ એ છે કે 25 મેના રોજ આ મેદાનમાં ફાઈનલ મેચ રમાવાની હતી. પરંતુ હવે તે નિર્ણય બદલાય ગયો છે. જેના કારણે ક્રિકેટ ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે ચર્ચા થઈ રહી છે કે ફાઈનલ મેચ અમદાવાદમાં રમાઈ શકે છે. જેના વિરોધમાં ક્રિકેટ ચાહકોએ ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે.