પાલનપુર-આબુ હાઇવે પર ગમખ્વાર અકસ્માત; એકનું મોત, 6 ઇજાગ્રસ્ત

બનાસકાંઠાઃ જિલ્લાના પાલનપુર-આબુ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. આ ઉપરાંત 6થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી પ્રમાણે, ઈકબાલગઢ હાઇવે પર કાર પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હાલ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી.