May 19, 2024

બનાસકાંઠાના અશક્ત મતદારોનો સહારો બની પોલીસ

બનાસકાંઠા: રાજ્યમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે સવારે 9:00 વાગ્યા સુધીમાં ગુજરાતમાં સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે. જેમાં 2 કલાકમાં 9.87% મતદાન થયું છે. આ વચ્ચે બનાસકાંઠામાં પોલીસની માનવતા સામે આવી છે. જેમાં અશક્ત મતદારોને પોલીસે સહારો આપી મતદાન મથક સુધી પહોંચાડ્યા છે.

પોલીસે બની સહારો
બનાસકાંઠામાં અત્યાર સુધીમાં સૌથી વધારે મતદાન થયું છે. મતદાન કરવા આવતા મતદારોનો સહારો પોલીસ અધિકારી બન્યા છે. લોકશાહીના અવસરમાં વધુ મતદાનના કરાવવા પોલીસની પ્રશંનિય કામગીરી જોવા મળી છે. મતદાન મથક સુધી પહોંચાડ્યા અશક્ત મતદારોને પોલીસે સહારો બની છે. પોલીસ પણ મતદાનને લઈને જાગૃતિ ફેલાવી રહી છે. બનાસકાંઠામાં પુરુષ મતદારો 10,13372, મહિલા મતદારો 94, 8535, અન્યઃ 17 કુલ મતદારોઃ 19,61924 છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં બે કલાકમાં 9.87 ટકા મતદાન થયું છે.રે સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે.

આ પણ વાંચો: North Gujarat Election LIVE Update: પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોરે મતદાન કર્યું

અત્યાર સુધીમાં આટલું થયું મતદાન
અમદાવાદ એસ્ટમાં 8.03%, અમદાવાદ વેસ્ટમાં 7.23%, અમરેલીમાં 9.13%, આણંદમાં 10.35%, બનાસકાંઠામાં 12.28%, બારડોલી 11.54%, ભરૂચ 10.78%, ભાવનગર 9.20%, છોટાઉદેપુરમાં 10.27%, દાહોદ 10.94%, ગાંધીનગર 10.31%,જામનગરમાં 8.55%, જૂનાગઢમાં 9.05 % , કચ્છ 8.79 %, ખેડા 10.20%, મહેસાણા 10.14%, નવસારી 9.15%, પંચમહાલ 9.16%, પાટણ 10.42%, પોરબંદર 7.84%, રાજકોટમાં 9.77%, સાબરકાંઠામાં 11.43%, સુરેન્દ્રનગરમાં 9.43%, વડોદરામાં 10.64%, વલસાડ 11.65%, મતદાન અત્યાર સુધીમાં થયું છે.

સમગ્ર ગુજરાતમાં મતદાન ચાલુ
લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ત્યારે સમગ્ર ગુજરાતના મતદાન મથકો પર હાલ મતદાનની પ્રકિયા ચાલી રહી છે. લોકો વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઇનમાં ઉભા છે. ત્યારે ગુજરાતના કુલ 4.97 કરોડ મતદાતાઓ મતદાન કરશે. તેમાં 12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે.