RSS ની પરેડ હવામાં થઈ… રસ્તા પર નમાજ પર પ્રતિબંધને લઈને ઓવૈસી લાલઘૂમ

Delhi: રમઝાનના પવિત્ર મહિનામાં રસ્તા પર નમાજ પઢવાનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો હતો. ખાસ કરીને ઈદ નજીક આવતાની સાથે જ ઘણી જગ્યાએ સરકારે રસ્તા પર નમાજ ન પઢવા સૂચના આપી હતી. આ વાતને લઈને અસદુદ્દીન ઓવૈસી ખૂબ ગુસ્સે છે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને તેના પર અનેક પ્રશ્નો ઉભા કર્યા.

નમાજ પર પ્રતિબંધ અંગે ઓવૈસીએ શું કહ્યું?
સંસદના બજેટ સત્રમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચેલા AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ નમાઝના મુદ્દા પર પોતાનું મૌન તોડ્યું છે. ઓવૈસી કહે છે કે રસ્તા પર નમાજ પઢવા પર પ્રતિબંધ છે, પરંતુ હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ કરવા પર કોઈ પ્રતિબંધ નથી. કાવડયાત્રા પણ રસ્તાઓ પરથી પસાર થાય છે. રસ્તા પર RSS ની પરેડ પણ થઈ રહી છે. ઓવૈસીએ કટાક્ષ કર્યો, શું પરેડ હવામાં ઉડીને કાઢવામાં આવી હતી?

ઓવૈસીએ મજાક ઉડાવી
ઓવૈસીએ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે જ્યારે રસ્તા પર બધું થઈ શકે છે, તો પછી આપણે રસ્તા પર નમાજ કેમ ન પઢી શકીએ? દરેક ધર્મના તહેવારો રસ્તાઓ પર ઉજવવામાં આવે છે અને કોઈને તેનાથી કોઈ સમસ્યા નથી, તો પછી મુસ્લિમ ધર્મ સાથે આટલી બધી તકલીફ કેમ છે?

આ પણ વાંચો: IPL 2025: મુંબઈએ પોતાની પહેલી જીત સાથે પોઈન્ટ ટેબલમા લગાવી મોટી છલાંગ લગાવી

આ દેશનો કોઈ ધર્મ નથી – ઓવૈસી
ઓવૈસીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મહાકુંભ સફળ થયો તેનો અર્થ એ નથી કે આ દેશમાં ફક્ત એક જ ધર્મ રહેશે? આ દેશમાં ઘણા ધર્મો છે અને એ જ આ દેશની સુંદરતા છે. હકીકતમાં આ દેશનો કોઈ ધર્મ નથી. આ દેશ બધા ધર્મોના તહેવારો ઉજવે છે. એટલું જ નહીં તે એવા લોકોનો પણ આદર કરે છે જેઓ કોઈ ભગવાન કે અલ્લાહમાં માનતા નથી. શું આ દેશ ફક્ત એક જ ધર્મ અને એક જ વિચારધારા પર ચાલશે? તે વિચારધારા RSS ની છે, જે બંધારણ સાથે ટકરાય છે.