આર્મીએ શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યું

India Defense: ભારતીય સેનાએ દુશ્મનના એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ડ્રોનને મારવા માટે નવી પેઢીની વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે. શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમથી લોન્ચ કરાયેલી મિસાઈલોમાં શોર્ટ રેન્જ સ્ટ્રાઈક ક્ષમતા હોય છે અને તે દુશ્મનના એરક્રાફ્ટને ચોકસાઈથી નષ્ટ કરી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગ શિક્ષણ બંધ કરવાનો GTUનો નિર્ણય
આ સંરક્ષણ ખરીદી સરહદી વિસ્તારો અને ફ્રન્ટલાઈનમાં જોખમોનો સામનો કરવા માટે સેનાની ક્ષમતામાં વધારો કરશે. આ પ્રક્રિયા હેઠળ 48 લૉન્ચર, 85 મિસાઇલ અને અન્ય જરૂરી સાધનો સામેલ કરવામાં આવશે, જેને ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ ખરીદવામાં આવશે. આર્મી એર ડિફેન્સ ડિરેક્ટોરેટના દસ્તાવેજોમાં “Buy (Indian)” કેટેગરીમાં આ ખરીદીઓ વિશેની માહિતી આપવામાં આવી છે.
આ ખરીદીઓનું આયોજન DAP 2020માં કરવામાં આવ્યું હતું
ડિફેન્સ એક્વિઝિશન પ્રોસિજર (ડીએપી) 2020 અનુસાર, સેનાએ 48 લૉન્ચર્સ, 48 નાઇટ વિઝન સાઇટ્સ, 85 મિસાઇલ અને મિસાઇલ ટેસ્ટ સ્ટેશન ખરીદવાની યોજના બનાવી હતી. આ પગલું દેશમાં સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની સરકારની નીતિઓને અનુરૂપ છે, જે ભારતીય સંરક્ષણ બજારને મજબૂત બનાવશે.
આ પણ વાંચો: કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં કરી વરસાદની આગાહી
આ સૂચનો સ્થાનિક વિક્રેતાઓને આપવામાં આવ્યા છે
સ્થાનિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે, આ RFPમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, વિક્રેતાઓને સ્થાનિક રીતે ડિઝાઈન કરેલી સિસ્ટમમાં ઓછામાં ઓછા 50% સ્વદેશી ઉપકરણો અને જો વિદેશી ડિઝાઈનવાળી સિસ્ટમ ભારતમાં બનાવવામાં આવી રહી હોય તો 60% સ્વદેશી ઉપકરણોનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે.