અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, લલ્લુ બિહારીની રાજસ્થાનથી ધરપકડ

અમદાવાદઃ કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી છે. લલ્લા બિહારી ઉર્ફે મહેમૂદ ખાન પઠાણે ચંડોળા તળાવ વિસ્તારમાં દબાણ કરી આલિશાન ફાર્મહાઉસ ઊભું કરી નાંખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં તેના દીકરા ફતેહ મોહમ્મદ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી.

છેલ્લા બે દિવસથી અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરી તમામની તપાસ કરવામાં આવી હતી. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. આ વિસ્તારમાં ગુંડાગીરી કરતો લલ્લા બિહારી આ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને રહેવાની સુવિધા આપતો હતો.

આ મામલે કાર્યવાહી હાથ ધરી સૌથી પહેલાં લલ્લા બિહારીનું આલિશાન ફાર્મહાઉસ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના દીકરા ફતેહ મહોમ્મદ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 2 દિવસમાં તંત્રએ ત્યાં 3000થી વધુ ઝૂંપડા અને મકાનો ધ્વસ્ત કર્યા છે.