અમદાવાદમાં વીજ સપ્લાય બંધ થવા અંગે ટોરેન્ટ પાવરની સ્પષ્ટતા, જાણો શું કહ્યું…

અમદાવાદઃ શહેરમાં વીજ સપ્લાય બંધ થવાના વાયરલ મેસેજને લઈને ટોરેન્ટ પાવરે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે, કોઈપણ પ્રકારનું વીજળી ગુલ થવાનું આયોજન નથી. માત્ર નિયમિત જાળવણી માટે ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવશે. ચોક્કસ વિસ્તારમાં જ ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવશે. આ જાળવણી અંદાજિત 3 કલાક જેટલો સમય જ ચાલશે. નિયમ અનુસાર, ગ્રાહકોને SMS કરીને જાણ કરવામાં આવે છે. કામગીરી પૂર્ણ થયા બાદ વીજળી પુન:સ્થાપિત કરાશે.

2જી મેના રોજ અમદાવાદના કયા વિસ્તારમાં વીજ પુરવઠો રહેશે બંધ?

  1. બીબી તળાવ વટવા, નવકાર એમો પ્લાન્ટ-TR હામજા નગર-TR, બુદ્ધાન પાર્ક-TR-૧, અમન પ્લાઝા-CSS
  2. વિસત રાઇચંદનગર-TR
  3. મોટેરા સુર્ય શ્રીજ-TR-1
  4. ઓઢવ ટર્મિનસ મારૂતિ એસ્ટેટ-PMT
  5. રાયપુર ઝંકાર એપાર્ટ-TR, રાયપુર-TR-1
  6. ઘાટલોડીયા શાયોના પુષ્પ રેસીડેન્સી-SS,
  7. શિવરંજની વિમા નગર-SS
  8. રામદેવનગર દ્વારકેશ થલતેજ-CSS
  9. હાટકેશ્વર ડેપો: રામ રથ-SS
  10. લાંભા એનઆઈડીસી-SIS

3જી મેના રોજ અમદાવાદના કયા વિસ્તારમાં વીજ પુરવઠો રહેશે બંધ?

  1. ભૈરવનાથથી મીરા સિનેમા રોડા દેવીશ્યામ કોમ્પલેક્ષ-TR, શ્રીજી ઇન્કા-PMT, ઢોર બજાર
  2. વાડજ કાવેરી એપાર્ટમેન્ટ-TR
  3. રીલીફ રોડ પત્થરકુવા: વિશાલ કોમ્પલેક્ષ (કોમ)-TR
  4. સરદાર પટેલ સ્ટેડીયમ: CAT (સેન્ટ્રલ એડમીનીસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલ)-SS
  5. જીવરાજ પાર્કઃ શૈવાલી ટ્વીન્સ (મોનાપાર્ક જીવરાજપાર્ક)-SS