‘કોઈનું ઘર તોડવું યોગ્ય વિકલ્પ નથી’, પંજાબ સરકારના બુલડોઝર ઓક્શન પર હરભજને ઉઠાવ્યા સવાલ

Harbhajan singh: આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સભ્ય હરભજન સિંહે પંજાબ સરકારના ‘ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ’ અભિયાનને લઈને પાર્ટીની વિચારધારાથી અલગ નિવેદન આપ્યું છે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે કહ્યું કે જો કોઈ ડ્રગ્સ વેચે છે તો તેનું ઘર તોડી પાડવામાં આવે છે, હું આના પક્ષમાં નથી.

હરભજને શું કહ્યું?
જલંધરના રહેવાસી પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે કહ્યું કે મને લાગે છે કે ઘર તોડવું એ સારો વિકલ્પ નથી. આનો ઉપયોગ અન્ય કોઈપણ વસ્તુ પર કામ કરવા માટે થઈ શકે છે. જો કોઈ સરકારી જમીન પર હોય તો આવી કાર્યવાહી સ્વીકાર્ય છે. હરભજન સિંહે વધુમાં કહ્યું કે, પ્રયાસ એ હોવો જોઈએ કે જો કોઈએ ઘર બનાવ્યું છે તો તેને તે ઘરમાં રહેવા દેવામાં આવે. ઘરને તોડી પાડવું એ સારો વિકલ્પ નથી. મને ખબર નથી કે કોઈ વ્યક્તિએ ઘર કેવી રીતે બનાવ્યું હશે.

મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યમાંથી ડ્રગ્સને નાબૂદ કરવા માટે પોલીસ કમિશનરો, ડેપ્યુટી કમિશનરો અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) ને ત્રણ મહિનાની સમયમર્યાદા આપી છે. વધુમાં સરકારે દોષિત ડ્રગ સ્મગલરો અને તેમના પરિવારોને મફત વીજળી અને પાણી સહિતની સરકારી સબસિડીથી વંચિત રાખવાનાં પગલાં જાહેર કર્યા છે.

આ પણ વાંચો: ‘વેલકમ બેક, ક્રૂ 9! PM મોદીએ સુનિતા વિલિયમ્સને પાઠવી શુભેચ્છા

હાઇકોર્ટે નોટિસ પાઠવી હતી
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ મહિનાની શરૂઆતમાં કથિત ડ્રગ સ્મગલરોની મિલકતો તોડી પાડવાના મામલે પંજાબ સરકારને નોટિસ પાઠવી હતી. પોલીસની બુલડોઝિંગ કાર્યવાહીને પડકારતી પીપલ્સ વેલ્ફેર સોસાયટી પંજાબ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL)ના જવાબમાં ચીફ જસ્ટિસ શીલ નાગુ અને જસ્ટિસ સુમિત ગોયલની બેંચ દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ફોજદારી કેસોમાં આરોપો અથવા દોષિત ઠેરવવાના આધારે મિલકતોને તોડી શકાય નહીં. અપરાધ નક્કી કરવું એ ન્યાયિક કાર્ય છે અને કોઈપણ ક્રિયા જે યોગ્ય પ્રક્રિયાને અવરોધે છે તે મૂળભૂત કાનૂની સિદ્ધાંતોને નબળી પાડે છે. અરજદારે કહ્યું કે સરકાર ન્યાયાધીશ અને જલ્લાદ બંનેની ભૂમિકા નિભાવી શકે નહીં અને ન્યાયી સુનાવણી વિના સંપત્તિ તોડીને વ્યક્તિઓને સજા આપી શકે.