IPL 2024: કોણ છે તુષાર દેશપાંડે, જેણે 3 ઓવરમાં લીધી 4 વિકેટ
IPL 2024: ગઈ કાલની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ભવ્ય જીત થઈ હતી. આ મેચમાં જીતની સાથે તુષાર દેશપાંડે પણ ચમક્યા હતા. તેણે 3 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ લીધી હતી. હૈદરાબાદ ટીમના બે સૌથી ખતરનાક ખેલાડીઓ ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માને પાવરપ્લેમાં જ પેવેલિયન મોકલી દીધા હતા.
ભવ્ય જીત મળી
ઈન્ડિયન પ્રીમિયર લીગ17મી સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની કારમી હાર થઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સની ભવ્ય જીત થઈ હતી. આ સિઝનમાં આ મેદાનમાં ઘણા રેકોર્ડ બન્યા હતા. જેમાં સૌથી વધારે રન પણ આ મેદાન પર આ સિઝનમાં બન્યા છે. તુષાર દેશપાંડે હાલ CSKની ટીમનો ભાગ છે. તેની ઉંમર 28 વર્ષ છે. ગઈ કાલની મેચમાં તેણે એવી અજાયબી બતાવી કે જે જોઈને તમામ ખેલાડીઓ જોઈને ચોંકી ગયા હતા. પ્રથમ 6 ઓવરમાં 3 વિકેટ લીધી હતી. ખાસ વાત તો એ હતી કે બે સૌથી મોટી વિકેટ પણ તેણે લીધી હતી. જેમાં અભિષેક શર્મા અને બેટ્સમેન ટ્રેવિસ હેડની લીધી હતી.
આ પણ વાંચો: IPL 2024: ચેન્નાઈ સામેની હાર બાદ SRHના કેપ્ટનનું મોટું નિવેદન
ડેબ્યૂ સુધીની સફર
તુષાર દેશપાંડે મુંબઈના છે. તેમનો જન્મ 15 મે 1995ના થયો હતો. IPLની પ્રથમ સિઝન જ્યારે રમાઈ હતી, તે સમયે તુષાર મુંબઈની અંડર-13 ટીમનો ભાગ હતો. IPL મેચ હોય તેમાં તે બોલ બોયની ભૂમિકામાં જોવા મળ્તો હતો. આ પછી વર્ષ 2016માં તેને સ્થાનિક ક્રિકેટમાં રમાવાની તક મળી હતી. પોતાના જોરદાર પ્રદર્શનના કારણે તેણે આઈપીએલમાં પણ પોતાનું સ્થાન બનાવી લીધું હતું. પ્રથમ વખત તેણે વર્ષ 2020માં આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ ટીમે તેને હરાજી દરમિયાન 20 લાખ રૂપિયામાં ભાગ બનાવ્યો હતો. જોકે વર્ષ 2020 અને 2022માં રમાયેલી IPL સિઝનમાં તુષારને ખાલી 7 મેચ રમવાની તક મળી હતી. તુષાર દેશપાંડેએ અત્યાર સુધી 32 મેચ રમી છે. જેમાં તેણે 31.31ની એવરેજથી 35 વિકેટ લીધી હતી. 36 ફર્સ્ટ ક્લાસ મેચમાં 29.09ની એવરેજથી 97 વિકેટ ડોમેસ્ટિક ક્રિકેટમાં લીધી છે.