દાંતાના કોંગી MLA કાંતિ ખરાડીને નજર કેદ કરાયા

Ambaji: અંબાજીમાં 89 ગેરકાયદે મકાનો તોડવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. દાંતાના કોંગી MLA કાંતિ ખરાડીને નજક કેદ કરાયા હોવાનું સામે આવ્યું છે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ દરમિયાન કાંતિ ખરાડીને નજર કેદ રખાયા છે.

મળતી માહિતી અનુસાર દાંતાના કોંગી MLA કાંતિ ખરાડીને નજક કેદ કરાયા છે. આજે MLA CM ભુપેન્દ્ર પટેલને આવેદન પત્ર આપવાના હતા. તેમજ CM ભુપેન્દ્ર પટેલ પરિક્રમા મહોત્સવમાં હાજરી આપવાના હતા. પરંતુ MLA અંબાજી પહોંચે તે પહેલા જ રસ્તામાંથી તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. ગાડીમાં બેસીને કાંતિભાઈ ખરાડીએ નજરકેદનો વીડિયો ઉતાર્યો છે. જે હાલ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: છત્તીસગઢના બીજાપુરમાં અથડામણમાં 12 નક્સલીઓ ઠાર; બે જવાન શહીદ