September 9, 2024

પિતા યોગરાજ પર યુવરાજ સિંહે કહ્યું મારા પિતાને માનસિક સમસ્યા

Yuvraj Singh On Father Yograj Singh: યુવરાજ સિંહે ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2007 અને ODI વર્લ્ડ કપ 2011ના ટાઇટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હંમેશા યુવરાજ મુશ્કેલીના સમયમાં ટીમ માટે નિવારક બન્યો હતો. વર્ષ 2011માં વર્લ્ડ કપ દરમિયાન તેને કેન્સરનું નિદાન કરાવ્યું હતું. યુવરાજે બિમારીને હરાવીને મેદાનમાં ફરી વાપસી કરી હતી. હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવરાજ સિંહ પોતાના પિતા વિશે કંઈ કહી રહ્યો છે.

કપિલ દેવ પર નિશાન સાધ્યું હતું
યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ પણ પૂર્વ ક્રિકેટર છે. યોગરાજ સિંહે કહ્યું હતું કે તેઓ મહેન્દ્ર સિંહ ધોનીને ક્યારેય માફ નહીં કરે. તેઓએ અરીસામાં પોતાનો ચહેરો જોવો જોઈએ. યુવરાજ સિંહના પિતાએ કપિલ દેવ પર પણ કહ્યું હતું કે દુનિયા તેના પર થૂંકશે. આજે યુવરાજ સિંહ પાસે 13 ટ્રોફી છે અને કપિલ દેવ પાસે માત્ર એક છે. આ વચ્ચે હવે જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોડકાસ્ટમાં વાત કરતા યુવરાજ સિંહ કહે છે કે મારા પિતાને માનસિક સમસ્યા છે. જોકે તે આ સ્વીકારશે નહીં.

આ પણ વાંચો: પેરિસની ધરતી પર ઈતિહાસ બન્યો, એક દિવસમાં 8 મેડલ

ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા
યુવરાજ સિંહની ગણતરી ભારતના મહાન ઓલરાઉન્ડરોમાં થાય છે. આજે પણ દેશ તેમને યાદ કરે છે. આંતરરાષ્ટ્રીય મેચની એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. યુવરાજ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમ્યો છે. ટીમ ઈન્ડિયા માટે યુવરાજ સિંહે 40 ટેસ્ટમાં 1900 રન, 304 ODI મેચોમાં 8701 રન અને 58 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 1177 રન બનાવ્યા છે. ત્રણેય ફોર્મેટમાં તેના નામે 17 સદી છે. તેના શાનદાર પ્રદર્શનને લઈને લોકો હજૂ સુધી તેને યાદ કરે છે.