IND vs ENG 1st T20I: ટીમ ઈન્ડિયાએ પહેલી T20 મેચ 7 વિકેટથી જીતી

IND vs ENG 1st T20I: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની પહેલી મેચ આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં, ટોસ જીત્યા બાદ, ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે ભારતીય ટીમના બોલરોએ સંપૂર્ણપણે સાચો સાબિત કર્યો. ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 132 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જેમાં કેપ્ટન જોસ બટલરે 68 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી વરુણ ચક્રવર્તીએ 3 વિકેટ લીધી જ્યારે અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી હતી.
4️⃣4️⃣0️⃣6️⃣4️⃣4️⃣
What a start! #SanjuSamson takes on Gus Atkinson for a 22-run over! 🔥
📺 Watch it FREE on Disney+ Hotstar: https://t.co/CBKmsIywOl #INDvENGOnJioStar 👉 1st T20I LIVE NOW on Disney+ Hotstar & Star Sports! | #KhelAasmani pic.twitter.com/p12nSTwE8R
— Star Sports (@StarSportsIndia) January 22, 2025
ટીમ ઈન્ડિયાએ 12.5 ઓવરમાં મેચ જીતી લીધી
ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની 5 મેચની T20 શ્રેણીની પહેલી મેચ 7 વિકેટથી જીતીને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડે 133 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતે માત્ર 12.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેસ કરી લીધો હતો. ભારતીય ટીમ તરફથી અભિષેક શર્માએ 79 રનની શાનદાર ઇનિંગ રમી. હવે બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી મેચ 25 જાન્યુઆરીએ ચેન્નાઈમાં રમાશે.
T20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની ટીમ
અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ રેડ્ડી, અક્ષર પટેલ (વાઇસ-કેપ્ટન), અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, ધ્રુવ જુરેલ, હર્ષિત રાણા.
T20 શ્રેણી માટે ઇંગ્લેન્ડ ટીમ
બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, જેમી ઓવરટન, ગુસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ, સાકિબ મહમૂદ, બ્રાયડન કાર્સ, જેમી સ્મિથ, રેહાન અહેમદ .