December 9, 2024

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ભારતીય ટીમ સાથે કરી મુલાકાત

Indian Cricket Team: ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને મળી હતી. આ મીટિંગમાં વિરાટ કોહલીએ એક ખાસ વાત પણ કરી હતી. ટીમ ઈન્ડિયા હાલ આ દિવસોમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. બંને ટીમ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી. આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી. સિરીઝની બીજી ટેસ્ટ મેચ એડિલેડ ઓવલ ખાતે રમાવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝને મળી હતી.

આ પણ વાંચો: Champions Trophy 2025: જો પાકિસ્તાન જીદ નહીં છોડે તો થશે તેને ભારે નુકસાન

વિરાટ કોહલી સાથે કરી ખાસ વાતચીત
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ટીમ ઈન્ડિયા સાથે મુલાકાત કરી હતી. આ સમય દરમિયાન વિરાટ કોહલી સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે ખાત વાતચીત કરી હતી. ભારતીય ટીમ પ્રેક્ટિસ મેચની તૈયારી માટે કેનબેરા પહોંચી ગઈ છે. આ સમયે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટીમ ઈન્ડિયાને મળ્યા હતા. જેનો વીડિયો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત શર્મા ટીમના ખેલાડીઓની ઓળખાણ આપી રહ્યા છે.