October 5, 2024

ચેન્નાઈમાં યોજાશે ટીમ ઈન્ડિયાનો કેમ્પ, ગૌતમ કરશે આ ‘ગંભીર’ કાર્ય

India and Bangladesh: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. તેની પહેલા ટીમ ઈન્ડિયાનો કેમ્પ 12 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં યોજાવાનો છે. જ્યાં પહેલી મેચ રમાવાની છે. હવે તમને થશે કે ટીમ ઈન્ડિયાના આ કેમ્પમાં ખાસ શું હશે આવો જાણીએ.

કરવામાં આવશે તૈયારીઓ
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ હવે તૈયારીઓ કરવામાં આવશે. એક મીડિયાની માહિતી પ્રમાણે 12 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં કેમ્પ યોજાવાનો છે. જેનો મતલબ એ છે કે ગૌતમ ગંભીર પણ આગામી સિરીઝને લઈને કાર્ય શરૂ કરી દીધું છે. આ કેમ્પમાં બાંગ્લાદેશ સામે રમવા માટે પસંદ કરાયેલા તમામ ખેલાડીઓ ચેન્નાઈમાં ભેગા થશે. કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી પણ તે દિવસે લંડનથી ચેન્નાઈ પહોંચશે.

આ પણ વાંચો: આ કારણોને લીધે MS ધોનીએ IPL 2025 પહેલા નિવૃત્તિ લેવી જોઈએ!

ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે
એક માહિતી પ્રમાણે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાનો કેમ્પ ચેન્નાઈમાં 5 દિવસ સુધી ચાલવાનો છે. સિરીઝની તૈયારીના ભાગ રુપે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેનો બીજો ફાયદો તે પણ છે કે બોન્ડિંગ અને ટ્યુનિંગ મજબૂત થશે. ટીમ ઈન્ડિયાનો કેમ્પ 12 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં યોજાશે. બીજી બાજૂ બાંગ્લાદેશની ટીમના ખેલાડીઓના અલગ અલગ નિવેદન આવી રહ્યા છે. જેના કારણે તેના તમામ ખેલાડીઓમાં આત્મવિશ્વાસ ખૂબ વધારે જોવા મળી રહ્યો છે.