December 6, 2024

આજથી બદલાઈ ગયા આ 4 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

September 2024: આજથી સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે. આ સાથે આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર ચોક્કસ પડશે. આવો જાણીએ આજથી શું બદલાયું છે અને તમારા ખિસ્સા પર તેની શું અસર પડશે?

એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹39નો વધારો કરાયો છે. આજથી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત ₹1,691.50 થઈ ગઈ છે.

આધાર અપડેટની સમયમર્યાદા લંબાવી
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ મફત આધાર અપડેટની સમયમર્યાદા 14 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવી દીધી છે. આધાર ધારકોને તેમની માહિતી અપડેટ કરવા માટે વધુ સમય આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અંબુજા સિમેન્ટે 7 કરોડના ‘મજબૂત’ શેર વેચવા કાઢ્યાં, ડિલ પ્રાઈસ જાહેર કરી

ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર
આજથી ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત રિવોર્ડ પોઈન્ટ્સ અને પેમેન્ટ શેડ્યૂલના સંદર્ભમાં ફેરફાર કરવામાં આવ્યા છે. HDFC બેંક યુટિલિટી પેમેન્ટ્સ માટે રિવોર્ડ પોઈન્ટ્સ કેપ કરી રહી છે, જેનો અર્થ છે કે કાર્ડધારકો વીજળી અથવા પાણીની ચૂકવણી જેવા વ્યવહારો પર ઓછા પોઈન્ટ કમાઈ શકશે.

છેતરપિંડી કોલ્સ પર પ્રતિબંધ
છેતરપિંડી કૉલ્સ અને સ્પામ સંદેશાઓની વધતી જતી સમસ્યાનો સામનો કરવા માટે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) 1 સપ્ટેમ્બર, 2024થી નવા પગલાં લાગુ કરવાની છે. જેમાં ફેક કૉલ્સ અને સંદેશાઓની સંખ્યા ઘટાડવાનો સમાવેશ થાય છે.