September 10, 2024

શું પીઆર શ્રીજેશ જુનિયર હોકી ટીમના કોચનું પદ સંભાળશે?

PR Sreejesh: ભારતીય હોકી ટીમના અનુભવી ખેલાડી અને ગોલકીપર પીઆર શ્રીજેશ તાજેતરમાં ઓલિમ્પિકમાં ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ નિવૃત્તિ લીધી છે. આ સમયે હોકી ઇન્ડિયાએ તેને ભારતીય જુનિયર હોકી ટીમનો મુખ્ય કોચ બનાવવાની જાહેરાત કરી હતી. જેના પર શ્રીજેશે પણ એક મોટું અપડેટ આપ્યું છે.

કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ
ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં જોરદાર પ્રદર્શન રહ્યું હતું. સારા પ્રદર્શન સાથે ટીમ હોકીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ શાનદાર જીતમાં અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશની ભૂમિકા સૌથી મહત્વની રહી છે. આ ઓલિમ્પિકની શરૂઆત પહેલા જ શ્રીજેશે જાહેરાત કરી હતી કે આ તેની કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. હોકી ઈન્ડિયાએ પણ તેને મોટી જવાબદારી આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જુનિયર હોકી ટીમનો નવો મુખ્ય કોચ પણ બનાવવામાં આવ્યો છે. હવે આ અંગે શ્રીજેશ તરફથી એક મોટું નિવેદન આપવામાં આવી છે.

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનાર સરબજોતે સરકારી નોકરી કેમ નકારી દીધી?

આગળનો નિર્ણય લઈશ
એક માહિતીમાં શ્રીજેશે કહ્યું કે મને હોકી ઈન્ડિયા તરફથી ઓફર મળી છે અને મેં આ અંગે જનરલ સેક્રેટરી ભોલા નાથ સિંહ સાથે વાત કરી છે. જ્યારે હું દેશમાં પરત ફરીશ ત્યારે મારા પરિવાર સાથે વાત કર્યા બાદ આ ઓફર અંગે નિર્ણય લઈશ. જર્મની સામેની સેમિફાઇનલ હાર અંગે શ્રીજેશે એમ પણ કહ્યું કે હા, તે હાર અમારા માટે ચોક્કસપણે નિરાશાજનક હતી પરંતુ અમે ઓછામાં ઓછું એક મેડલ જીતીને વાપસી કરી રહ્યા છીએ, જે આપણા બધા માટે મોટી વાત છે.