December 9, 2024

કડકડતી ઠંડીમાં બનાવો આ રીતે મસાલેદાર મૂળાના પરાઠા

Paratha Recipe: શિયાળો હવે આવી ગયો છે ત્યારે અલગ અલગ પ્રકારના પરાઠા આપણા ઘરે આપણે બનાવતા હોઈએ છીએ. શિયાળો આવતાની સાથે માર્કેટમાં લીલા શાકભાજીનું પણ આગમન થઈ જાઈ છે. જેના કારણે પરાઠા આપણે અલગ અલગ ટેસ્ટના બનાવતા હોઈએ છીએ. ત્યારે અમે તમારા માટે મૂળાના પરાઠા લઈને આવ્યા છીએ. આવો જાણીએ સરળ રીત.

મૂળાના પરાઠા બનાવવાની રેસીપી

સ્ટેપ 1
સૌ પ્રથમ મૂળાને છોલીને છીણી લેવાનો રહેશે. તમારે એક કડાઈમાં તેલ નાંખવાનું રહેશે. હવે તમારે તેમાં જીરું, હિંગ અને થોડી ચપટી હળદર નાંખવાની રહેશે. હવે તમારે તેમાં છીણેલા મૂળા નાંખવાના રહેશે. તેમાં તમારે મીઠું, ધાણા પાવડર, લીલું મરચું અને બારીક સમારેલી કોથમીર નાંખવાની રહેશે. હવે તમારા સ્વાદ પ્રમાણે લાલ મરચું ઉમેરો.

સ્ટેપ 2
મૂળાના પરાઠા બનાવવા માટે ઘઉંના લોટમાં થોડો મેદાનો લોટ નાંખો. આ પછી તમારે તેમાં મીઠું ઉમેરવાનું રહેશે. હવે તમારે તેની પાતળી રોટલી બનાવીને રાખી દેવાની રહેશે. એ જ રીતે બીજી રોટલી પણ બનાવી લો.

આ પણ વાંચો: હાઈવે પર ડ્રાઈવ કરો ત્યારે લેનનો કોન્સેપ્ટ સમજો, અકસ્માતથી બચી જશો

સ્ટેપ
મુળાના મિશ્રણને હવે તમારે બંને રોટલીને વચ્ચે મૂકીને વણી લેવાની રહેશે. મૂળા પરોઠાને હવે તવા પર સેકી લો. આ પરાઠાને તમારે સોનેરી થાય ત્યાં સુધી સેકવાના રહેશે. તો તૈયાર છે તમારા મૂળાના પરાઠા.