November 4, 2024

નસરલ્લાહનો ઉત્તરાધિકારી બનાવતો હતો પ્લાન, ઇઝરાયલે બોમ્બ ફેંકી ઉડાવી દીધો!

નવી દિલ્હીઃ ઈઝરાયલ, હિઝબુલ્લાહ, ઈરાન અને લેબેનોન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. એક તરફ, એકલા હાથે ઇઝરાયલ હિઝબુલ્લાહને ટાર્ગેટ કરીને ખાતમો બોલાવી રહ્યું છે. ત્યારે હિઝબુલ્લાહ અને ઈરાન પણ ઈઝરાયલ પર સતત હુમલા કરી રહ્યા છે. હસન નસરાલ્લાહની હત્યા પછી ઇઝરાયલે હવે કથિત રીતે બેરૂતના દહેહ ઉપનગરમાં હિઝબુલ્લાના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ હસન નસરાલ્લાહના અનુગામી હાશેમ સફીદ્દીનને મારવાનો પ્રયાસ કર્યો છે.

સફીઉદ્દીન હિઝબુલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યો હતો, ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયલે દાવો કર્યો છે કે, તેણે આ હુમલામાં સફીદ્દીનને માર્યો છે. પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. હિઝબુલ્લા તરફથી પણ આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.

જો કે, આ અહેવાલોની પુષ્ટિ થઈ શકી નથી. ત્રણ ઈઝરાયલી અધિકારીઓએ ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે, ‘સ્ટ્રાઈકમાં સફીદ્દીન સહિત વરિષ્ઠ હિઝબુલ્લા નેતાઓની બેઠકને નિશાન બનાવવામાં આવી હતી. હિઝબુલ્લાહની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વડા તરીકે સફીડિન જૂથની રાજકીય બાબતોની દેખરેખ રાખે છે.’

કોણ છે હાશેમ સફીદ્દીન?
ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર, તે જૂથની સૈન્ય કાર્યવાહીનું સંચાલન કરતા જેહાદ કાઉન્સિલમાં પણ સામેલ છે. સફીદ્દીન નસરાલ્લાહનો પિતરાઈ ભાઈ છે અને તેને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા 2017માં આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. સફીઉદ્દીન નસરાલ્લાહની જેમ એક મૌલવી છે જે કાળી પાઘડી પહેરે છે, જે ઇસ્લામના પ્રોફેટ મોહમ્મદના વંશને દર્શાવે છે.

સફીઉદ્દીનના જાહેર નિવેદનો વારંવાર હિઝબુલ્લાહના ઉગ્રવાદી વલણ અને પેલેસ્ટિનિયન કારણ સાથેના તેના જોડાણને પ્રતિબિંબિત કરે છે. બૈરુતના દક્ષિણી ઉપનગરોમાં હિઝબુલ્લાહના ગઢ ગણાતા દહિયાહમાં તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે પેલેસ્ટિનિયન લડવૈયાઓ સાથે એકતા વ્યક્ત કરતાં કહ્યું, ‘અમારો ઇતિહાસ, અમારી બંદૂકો અને અમારા રોકેટ તમારી સાથે છે.’

તેઓ અમેરિકન નીતિની ટીકા કરવામાં પણ અવાજ ઉઠાવતા રહ્યા છે. હિઝબુલ્લાહ પરના યુએસ દબાણના જવાબમાં તેમણે 2017માં કહ્યું હતું કે, ‘ટ્રમ્પની આગેવાની હેઠળનું આ માનસિક રીતે વિકૃત, પેરાનોઇડ યુએસ વહીવટ અમને નુકસાન પહોંચાડી શકશે નહીં આવી ક્રિયાઓ હિઝબુલ્લાહના સંકલ્પને વધુ મજબૂત કરશે.’