November 4, 2024

Jio યુઝર્સને મળશે એક વર્ષ માટે ફ્રી ઇન્ટરનેટ

Reliance Jio: જિયો પાસે ઘણા રિચાર્જ પ્લાને છે કે જેના કારણે ગ્રાહકો આકર્ષિત થાય. કંપની તેના યુઝર માટે સતત નવી નવી ઓફર્સ લઈને આવે છે. દિવાળી નજીક આવી રહી છે ત્યારે કંપની ફરી નવી ઓફર લઈને આવ્યું છે. જેમાં Jio કરોડો ગ્રાહકોને એક વર્ષ માટે ફ્રી ઈન્ટરનેટ ઓફર કરી રહ્યું છે.

દિવાળી ધમાકા ઓફર લોન્ચ
છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. થોડા ઇન્ટરનેટ ડેટામાં કોઈને આજકાલ થતું નથી, જેના કારણે Jio એ એક શાનદાર ઓફર રજૂ કરી છે. દિવાળી ઉપર Jio દ્વારા દિવાળી ધમાકા ઓફર લોન્ચ કરાઈ છે. કંપનીના 49 કરોડ યુઝર્સના ઈન્ટરનેટ ટેન્શનનો અંત આવી ગયો છે. તમે એક જ વારમાં આખા વર્ષનો ડેટા ખલાસ થવાના ટેન્શનમાંથી મુક્ત થઈ જશો. આ સાથે હાઈ સ્પીડ પર 5G ડેટા પણ તમને મળશે.

આ પણ વાંચો: વાવાઝોડું ‘દાના’ ક્યાં પહોંચ્યું? આ એપથી જાણી શકો છો લાઈવ

એક વર્ષ ફ્રી ઈન્ટરનેટ મળશે
Reliance Jioની નવી દિવાળી ધમાકા ઓફરમાં જો તમે MyJio સ્ટોર અથવા રિલાયન્સ ડિજિટલ પર ખરીદી કરો છો અને તેમાં પણ તમે 20 હજાર રૂપિયાની ખરીદી કરો છો. તો તમને એક વર્ષ માટે ફ્રી ઈન્ટરનેટની સુવિધા આપવામાં આવશે. આ ઓફર તમને 3 તારીખ સુધી મળશે. તો આવી રીતે તમે આખા વર્ષ માટે ફ્રી ઈન્ટરનેટ સુવિધા પ્રાપ્ત કરી શકો છો.