December 9, 2024

MS ધોની થાઈલેન્ડમાં માણી રહ્યો છે પરિવાર સાથે મજા, ફોટો વાયરલ

MS Dhoni: એમએસ ધોની મેદાનમાં હોય કે મેદાન બહાર તેની ચર્ચા હમેંશા થાય છે. IPL 2025 મેગા ઓક્શન પહેલા MS ધોની થાઈલેન્ડમાં પરિવાર સાથે જોવા મળ્યો છે. બીજી બાજૂ ક્રિકેટ ચાહકો આઈપીએલ 2025ની મેગા ઓક્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
આઈપીએલ 2025ની મેગા ઓક્શનની આતુરતાથી રાહ જોઈ રહી છે. આ પહેલા એમએસ ધોની પોતાના પરિવાર સાથે રજાઓ માણી રહ્યો છે. થાઈલેન્ડના બીચમાં તે મજા માણી રહ્યો છે. જેનો વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. ધોની ક્રિકેટની દુનિયાથી થાઈલેન્ડમાં પોતાના પરિવાર સાથે વેકેશન માણી રહ્યો છે. ધોની માટે IPL 2025 પહેલા ફ્રેશ થવાની સારી તક મળી છે.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

ફેવરિટ કેપ્ટનની છેલ્લી સિઝન
IPL 2025ની મેગા ઓક્શન પહેલા ધોનીના ભવિષ્યને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સિઝન તેની છેલ્લી સિઝન હોઈ શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીને અનકેપ્ડ ખેલાડી તરીકેની જાહેરાત 31 ઓક્ટોબરે કરી છે. તેમના માટે આ મોટી રાહતની વાત કહી શકાય. ધોની ફરી IPL 2025માં શોટ મારતો જોવા મળશે.