IPL 2025: વિરાટ અને ધોની સાથેના સંબંધો કેવા છે? ધોનીએ ખુદ કહી આ વાત

Virat and Dhoni: વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે એક ખાસ સંબંધ છે. જે આજથી નહીં પરંતુ 2008 થી ચાલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ડેબ્યૂ કર્યું હતું. બંને ખેલાડીઓ અંદાજે 11 વર્ષ સુધી ટીમ ઈન્ડિયામાં સાથે રહ્યા અને એક ખાસ મિત્રતા જોડાઈ ગઈ હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ બંનેની મિત્રતા અકબંધ છે. આજે પણ તેમની વચ્ચે સિનિયર અને જુનિયરની લાઇન છે.

આ પણ વાંચો: IPL 2025: વિગ્નેશ પુથુરને એમએસ ધોનીએ શું કહ્યું હતું? ખુદ વિગ્નેશ પુથુરે આપ્યો જવાબ

મહેન્દ્ર સિંહ ધોનીએ શું કહ્યું વિરાટ વિશે
મહેન્દ્ર સિંહ ધોનીએ એક મીડિયા સાથેની વાતમાં કહ્યું કે વિરાટ શરૂઆતથી બેસ્ટ યોગદાન આપવા માંગે છે. તે ક્યારે પણ 40 કે 60 રનથી ખુશ ના હતો. 100 રન બનાવવા માંગતો હતો એ પણ આઉટ થયા વગર. પોતાની બેટિંગમાં સુધારો કર્યો અને સતત સારું પ્રદર્શન કરવા માટે મથતો રહેતો હતો. આગળ જઈને તેણે તેની ફિટનેસ પર પણ ધ્યાન આપ્યું હતું. તેણે મેદાનમાં તેનું 100 ટકા આપ્યું હતું. આ સંબંધ પહેલા એક કપ્તાન અને એક યુવાન ખેલાડી વચ્ચે હતો. સમય જતા પછી તમે મિત્રો બની જાઓ છો. પરંતુ તેને હજુ પણ લાગે છે કે તેમની વચ્ચે એક રેખા છે – સિનિયર અને જુનિયર. જોકે, તેઓ હજુ પણ મિત્રો છે કારણ કે બંનેમાંથી કોઈ પણ કેપ્ટન નથી. જેનો અર્થ એ કે ટોસ પહેલાં વાત કરવા માટે પુષ્કળ સમય છે.